સુરત-

સુરતના રાંદેર રોડ ઉપર વહેલી સવારના અરસામાં મોટો અકસ્માત સર્જાયો હતો. રાંદેરના નીલાજમ એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના નીચે સૂઈ રહેલા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ જર્જરિત મકાન ત્રણ વર્ષ પહેલાં ખાલી કરાયું હતું. બિલ્ડરને ઈમારત તોડી પાડવાની નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, તેણે આ ઇમારત તોડી નહોતી. હાલ પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ અકસ્માત બાદ તંત્રએ બિલ્ડિંગ વિજય શાહ વિરુદ્ધ મકાન બનાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિલ્ડર વિજય શાહ જીવરાજ ચા ના માલિક છે. નોંધનીય છે કે આ જર્જરિત બિલ્ડિંગમાં રહેતા લોકોને પહેલાથી જ બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર બેથી ત્રણ દુકાન હતી. 

આ ઘટના બાદ તાત્કાલિક પહોંચેલી ફાયર વિભાગની ટીમે ત્રણેય મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. પરંતુ ત્રણેય મજૂરોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઘટના બાદ જવાબદાર બિલ્ડર સામે પોલીસ ફરિયાદ થશે તેવો મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે.

નીલાજમ એપાર્ટમેન્ટ 1985 માં બનાવવામાં આવ્યું હતું. નીલાજમ એપાર્ટમેન્ટ 1985 માં બનાવવામાં આવ્યું હતું. એક વર્ષ અગાઉ બિલ્ડરને નોટિસ આપવામાં આવી હોવા છતાં સાત માળનું મકાન તોડી પાડ્યું ન હતું. જેના કારણે તે એક દુખદ ઘટના બની છે.