સુરત : માથાભારે જમીન દલાલને ઉઠાવી જનારા 5 શખ્સો ઝડપાયા
24, ઓક્ટોબર 2020

સુરત-

શહેરના વેસુ વિસ્તારની સગુન હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતા માથાભારે જમીન દલાલ પર રવિવારે રાત્રે વેસુ કેનાલ રોડ આગમ સ્કેવર પાસે સિગારેટ પીવા માટે ગયો હતો તે વખતે બે મોપેડ ઉપર આવેલા ચાર અજાણ્યા તેના ઉપર હુમલો કર્યો હતો તેમજ મોપેડ ઉપર અપહરણ કરી અંબાનગર ખાતે લઈ જઈ ફરીથી ઢોર મારમાર્યો હતો. જાકે તે સમયે લોકો ભેગા થઈ જતા અજાણ્યા હુમલાખોરોએ 'આજે તો તુ બચી ગયો આજ પછી સુરતમાં દેખાશે તો જાનથી મારી નાંખીશ' હોવાની ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે વિપલ ટેલરની ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને પાંચ શખ્સોની ધરપકડ કરી છે. 

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ વેસુ સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા વિપલ મનીષ ટેલર છેલ્લા ત્રણેય વર્ષથી તેના માતા-પિતાથી અલગ રહી જમીન દલાલીનું કામકાજ કરે છે અને નવેક મહિનાથી તેની ગર્લફ્રેન્ડ સાથે રહે છે. અને હાલમાં ત્રણેક દિવસથી વેસુ સગુન હોટલમાં રહે છે. વિપલ ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે જમ્યા બાદ સિગારેટ પીવા માટે મોપેટ લઈને વેસુ આગમ સ્કેવર ખાતે આવેલ દુબે પાન સેન્ટર ઉપર ગયો હતો તે વખતે તેની ગર્લફ્રેન્ડ રીયા રાજપુતનો ફોન આવતા તેની સાથે વાતચીત કરતો હતો તે દરમિયાન બે મોપેડ ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેની પાસે આવી કઈ પણ પુછ્યા વગર તેના ઉપર હુમલો કરી માર મારવા લાગ્યા હતા. 

આ કેસમાં પોલીસે ગઈકાલે ડેનીશ નરેન્દ્રકુમાર રેબીનવાલા સંજય ઉર્ફે સોનું અમરેકસિંગ લબાનાશેખ , કપિલ રમેશ નાયકા મનોજ બાબુ કકાણી (રહે, અંબાનગરઃઅને દિપક યશવંત રાણાની ધરપકડ કરી છે, પોલીસની પુછપરછમાં આરોપી ડેનીશ રેબીનવાલાના વિપલ ટેલર પાસે રૂપિયા ૩ હજાર લેવાના નિકળતા હતા તેને લઈને તેનુ અપહરણ કરી મારમાર્યો હોવાની કબુલાત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution