સુરત-

સહેરમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે તબીબને માર મારવાની ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં કોવીડ-૧૯ના પેશન્ટની સારવારના રૂપિયા લેવા માટે બોલાવી તબીબને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને તબીબે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.વાત એમ છે કે, વેસુમાં આગમ હેરીટેઝમાં રહેતા એમડી ચેસ્ટ ફિજીશીયન ડૉ.દીપ સંજીવની હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરે છે. જુન-જુલાઇમાં તેઓ રત્નદીપ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે વિઝિટે જતા હતા. જ્યાં વિઝિટ ચાર્જના 2.13 લાખ ડૉ. દીપે લેવાના નિકળતા હતા. જેમાંથી તેમને અડધા રૂપિયા ચૂકવી દીધા હતા. જ્યારે બાકીના 1.13 લાખ માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન બાકી પૈસા મુદ્દે સોમવારે ડૉ. દીપને હોસ્પિટલમાં બોલાવાયો હતો. જ્યાં તેમને 1 લાખનો ચેક આપીને હવે નાણા લેવાના નિકળતા નથી. તેવા લખાણવાળા કાગળ પર સાઇન કરાવી લીધી હતી. ત્યારબાદ અચાનક જ પંકજ રાજે નીચે પડેલા પડદાની લોખંડની પાઇપ ઉંચકી ડૉ. દીપ પર હુમલો કર્યો હતો. આ અંગે ખટોદરા પોલીસે રત્નદીપ હોસ્પિટલના ડો. રવીન્દ્ર સીંહ ઉર્ફે રવિસીંહ રાજ, પંકજસીંહ રાજ, જયરાજ સિંહ, રજનીકાંતસીહ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને મોડી રાત્રે ડોકટરોનું ટોળું પણ ખટોદરા પોલીસ મથકે ઘસી આવ્યું હતું. જો કે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.