18, ઓક્ટોબર 2021
સુરત-
સુરતથી આગ અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. સુરત કડોદરા GIDCની મિલમાં ભીષણ આગ લાગી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં આ ઘટના બની.આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગ્યા બાદ કામદારોએ 5 મા માળેથી કૂદવાનું શરુ કર્યું હતું, જેમાં અત્યાર સુધી 2 કામદારોનું મોત નીપજ્યું છે. પ્રશાસનનો દાવો છે કે 125 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં 5 મા માળેથી કૂદીને કેટલા મજૂરો ઘાયલ થયા તે જાણી શકાયું નથી.
સોમવારે સુરતના કડોદરા વિસ્તારમાં વરેલી સ્થિત પેકેજિંગ યુનિટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે આગ લાગી ત્યારે ઘણા મજૂરો પાંચમા માળે કામ કરી રહ્યા હતા. જ્વાળાઓ વધતી જોઈને કામદારો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા માટે પાંચમા માળેથી કૂદવાનું શરૂ કર્યું. આ ઘટનામાં એક મજૂરનું મોત થયું છે. 5 મા માળેથી કૂદકો મારનારા ઘણા મજૂરો ખરાબ રીતે ઘાયલ થયા છે. જોકે, પેકેજીંગ યુનિટમાં આગ લાગ્યાની માહિતી મળ્યા બાદ પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તેને હાઇડ્રોલિક લિફ્ટમાંથી નીચે ઉતાર્યો હતો. એવું કહેવાય છે કે પેકેજિંગ યુનિટમાંથી સોથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ફાયર બ્રિગેડના ડઝન જેટલા વાહનો સ્થળ પર છે. SDM એ કહ્યું કે ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર આગને કાબૂમાં લેવાની કોશિશમાં લાગેલી છે. અત્સાર સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે 125 લોકોને બિલ્ડિંગમાંથી બચાવી લીધા છે.