સુરત: ઝડપાયેલા જુગારધામની ગાજ પીઆઈ પર પડી, નોકરીમાં સસ્પેન્ડ થયા
28, ડિસેમ્બર 2020

સુરત- 

શહેરના રાંદેર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડયા હતા અને ૫૦૦-૧૦૦ જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા. જાેકે વિજિલન્સની ટીમ જાેઈને અન્ય જુગારીઓએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમ દ્વારા તમામને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભર બપોરે સ્ટેટ વિજિલન્સની ટીમનાં દરોડાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા હતા. ત્યારે આ મામલે સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ રાંદેરના પોલીસ ઇન્સપેક્ટર બલદાનિયાને પોલીસ કમિશનર તોમર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી માટે જાણીતું બન્યું છે, ત્યારે અહીંયા પોલીસ ગુનાખોરી ડામવાની જગ્યા પર ગુનાખોરી વધે તેવા કામ કરતી હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતના રાંદેર રોડ પર એક મકાનમાં છેલ્લા કેટલાક સમયથી જુગાર ધામ ચાલતું હોવાનું સ્ટેટ્‌સ વિજિલસના સ્ટફને વિગત મળતા દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમતા ૧૦૦ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.

જુગાર ધામ ચલાવવા માટે જુગારીઓ પોલીસને લખો રૂપિયા મહિને હપ્તા પેટે આપતા હતા. વિજિલન્સની ટીમે જાેઈને કેટલાક જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જાેકે તમામને તેઓ ભાગે તે પહેલાં જ ઝડપી પાડયા હતા, પરંતુ જુગારધામ ચલાવનાર યોગેશ નામનો માથાભારે વિક્રમ ભાગવામાં સફળ રહ્યો હતો. ભર બપોરે ડિજીની ટીમે પાડેલા દરોડામાં જુગારીઓ પાસેથી ૩૦થી વધુ વાહનો વ્યક્ત કરવામાં આવ્યા હતા, સાથે જ જુગારીઓ પાસેથી તમામ મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

સ્ટેટ વિજિલન્સના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ડીસીબી પીસીબી અને એસ.ઓ.જીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. મહત્વનું છે કે, આ અગાઉ પણ સ્ટેટ વિજિલન્સની ટીમે આસિફ ગાંડાના જુગારધામ પર દરોડા પાડયા હતા. ઉલ્લેખનીય છે કે સુરત આમ તો ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે ત્યારે આ શહેર છેલ્લા કેટલાક સમયથી ગુણ કોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હતો, ત્યારે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સતત ગુનાખોરી ઘટાડવા માટે પોતાના પોલીસ કર્મચારી સતત કામગીરી બાબતે ટકોર કરતા હોય છે. સુરત પોલીસને ગુનાખોરી ડામવાની જગ્યા પર ગુનાખોરી વધારો કરવામાં જાણે રસ હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે, સતત ગુનાખોરી કરતા ગુનેગારો પોલીસને હપ્તા પેટ મોટી રકમ આપતા હોય છે જેને લઈને પોલીસ આવા લોકોને છાવરતી હોય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution