સુરત શહેરના સબ ફાયર ઓફિસર સંજય સોનવણેનું કોરોના સંક્રમણને કારણે મોત
25, જુલાઈ 2020

સુરત,તા.૨૪ 

આંતક મચાવી રહેલા કોરોનાઍ સુરતમાં ધાતક બન્યો છે, રોજના કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં કોરોના વોરિયર્સ પણ બાકાત રહ્ના નથી. ત્યારે આજેવધુ ઍક કોરોનો વોરિયર્સનું નિધન થયું છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર અને માજી ડેપ્યુટી મેયર બી.સી.સોનવણેના પુત્ર સંજયભાઈ સોનવણેનું આજે કોરોના પોઝિટિવ કેસ ની સારવાર દરમિયાન નિધન થયું છે. સબ ફાયર ઓફિસરના નિધનને પગલે ફાયર વિભાગ સહિત મનપાના કર્મચારીઓમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે, કોરોનામાં સુરત મહાનગરપાલિકાના ચાર કર્મચારીઓના નિધન થઈ ચુક્યા છે.

પાંડેસરા ભેદવાડ કુસુમ ભવન ખાતે રહેતા સંજયભાઈ બી સોનવણે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમા છેલ્લા ૨૪ વર્ષથી ફરજ બજાવે છે. અને હાલમાં ડિંડોલી ફાયર સ્ટેસનમાં સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.કોરોના વોરિયર્સનું ભુમિકા બજાવતા સંજયભાઈ સોનવણેને ગત તા ૧૪મીના રોજ કોરોના લક્ષણ દેખાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા ત્યાં તેનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન સંજયભાઈ સોનવણેનું આજે સવારે સારવાર દરમિયાન નિધન થયું હતુ.ં સંજયભાઈના નિધનને પગલે ફાયર વિભાગ સહિત સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓમાં ભારે શોકનો માહોલ છવાયો છે. મનપાનો સ્ટાફ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બતાવે છે. અત્યાર સુધીમાં મહાનગરપાલિકાના ચાર કર્મચારીઓના નિધન થયા છે.વધુમાં આજે કોરોનામાં મોતને ભેટેલા કોરોના વોરિયર્સ ઍવા સબ ફાયર ઓફિસર સંજયભાઈ સોનવણેના પિતા શહેરમાં માજી ડેપ્યુટી મેયર હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution