સુરત: ક્રાઈમ બ્રાન્ચે ચિખલીકર ગેંગના 5 સાગરિતોની કરી ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો
15, મે 2021

સુરત-

શહેરની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સણીયા કણદે ગામના તળાવ પાસે એક કારમાં બેસીને ફાર્મ હાઉસમાં લૂંટ કરવા જઈ રહેલી કુખ્યાત ચિખલીકર ગેંગના ૫ સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કેટલાક લોકો લૂંટ કરવાના ઈરાદે આવ્યાં છે. આ બાતમીના આધારે પોલીસે સણીયા કણદે ગામ નજીક સવારે ૩ઃ૦૦ વાગ્યાની આસપાસ લૂંટારાઓને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મોહિની ગામ તરફથી આવી રહેલી કારને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ રોકવાનો પ્રયાસ કરતા લૂંટારાઓએ કાર વળાવીને પાછળથી આવી રહેલા પીએસઆઈની કારને જાેરદાર ટક્કર મારી હતી.જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓની કારનો પીછો કરવાનો પ્રયાસ કરતાં લૂંટારાઓ બેફામ ગતિએ પોતાનું વાહન હંકારી સરકારી બોલેરો, બાઈક તથા રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી પુરપાટ નીકળી ગયું હતું. જાે કે આખરે પોલીસે આરોપીઓની કારને કોર્ડન કરી લીધી હતી. જે બાદ પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જાે કે પોલીસે ૫ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તેઓ સણીયા કણદે ગામના એક ફાર્મ હાઉસમાં લૂંટ કરવા જઈ રહ્યાં હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની પાસેથી ચપ્પુ, સળિયા, ટોર્ચ સહિત લૂંટ માટે ઉપયોગમાં લેવાતા સાથે સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution