સુરત-

ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં પરિવર્તન પેનલ એસોસિએશન વિકાસને મુખ્ય એજન્ડા બનાવીને મેદાનમાં ઉતરી છે. આ વખતે એસોસિયેશનની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે.ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલના 8 ઉમેદવારોનાં ફોર્મ રદ થયા હતા અને એકઠા 28 ઉમેદવારો જ રહી ગયા જેથી પુરી પેનલ બનાવી શક્યા નહીં. પરિવર્તન પેનલને માત્ર ક્રિકેટ નહીં પરંતુ સ્ટેડિયમ સાથે સંકળાયેલી ટેનિસ, વોલીબોલ, ટેબલ ટેનિસ જિમ્નેશિયમ સહિતનો વિકાસ અટકી ગયો છે. તેનો વધુ અસરકારક અને સભ્યો તેમજ સભ્યોના પરિવાર માટે ઉપયોગી થાય તેમ રીતે આયોજન કરાશે. સ્ટેડિયમ પેનલના હોદ્દેદારોએ કરોડો રૂપિયાની જમીન વેડફી નાખી

સત્તાધારીઓ હેલ્થ ક્લબ માટેનું મોડલ જે કમિટી સમક્ષ રજૂ કરાયું હતું. તેના કરતાં વિપરીત બાંધકામ હાલમાં જોઈ શકાય છે. ચાર માળના બિલ્ડિંગમાં એક જ લિસ્ટ રાખવામાં આવ્યું છે, તથા હેલ્થ ક્લબના દાદરની સાઇઝ એટલી નાની બનાવી છે કે પુખ્ત માણસના પગ પણ નહીં રહી શકતા. સ્ટેડિયમના ગેટની આસપાસનો વિસ્તાર અત્યંત વૈભવી અને આકર્ષક હોવું જોઈએ એના કરતા વિપરીત રીતે સ્ટેડિયમ પેનલના હોદ્દેદારોએ કરોડો રૂપિયાની જમીન વેડફી નાખી. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં પરિવર્તન પેનલ એસોસિએશન વિકાસને મુખ્ય એજન્ડા બનાવીને મેદાનમાં ઉતરી છે. આ વખતે એસોસિયેશનની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. પરિવર્તન પેનલે ગંભીર આક્ષેપો કર્યા છે.