સુરત-

શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવી પહોંચી હતી. સવારે 6 થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથેની સવારી આવી પહોંચી હતી. સવારે 6થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો ઊઠી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.