સુરત-

શહેરમાં ચંદી પડવાના પર્વને ધ્યાનમાં લઈ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 ઝોનમાં ઘારીના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘારીમાં હલકી કક્ષાના માવા સહિત ઘીના વપરાશની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા મોતી હરજી નામના ઘારીના વેપારીના ત્યાં આ તપાસ હાથ ધરી ઘારીના નમૂના લેવામાં આવ્યા હતા. જે હાલ પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે સુરતમાં ચંદી પડવાના પર્વ દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી આરોગી જાય છે. દરમિયાન ચંદી પડવાના પર્વને 3 દિવસ બાકી છે, ત્યારે ઘારીમાં વપરાતા હલકી ગુણવત્તાના માવા અને ઘીની તપાસને લઈ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ આઠ ઝોનમાં આવેલ ઘારીના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઘારીના નમૂના લેવામાં આવ્યાસુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ભાગળ વિસ્તારમાં આવેલા મોતી હરજી સિવાય અન્ય ઘારી વેપારીઓના ત્યાં તપાસ કરી ઘારીના નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૌદ દિવસ બાદ નમૂનાનો રિપોર્ટ આવશે અને જો સેમ્પલ ફેલ જણાશે તો કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.