સુરત-

કોરોના મહામારીમાં હાલ તો પ્રાથમિક શિક્ષણ હજુ બંધ છે. પરંતુ તેમ છતાં આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કતારગામની ગજેરા સ્કૂલની મનમાની સામે આવી છે. ગજેરા સ્કૂલે સરકારે હજુ સ્કૂલો ખોલવાની જાહેરાત કરી નથી, તેમ છતાં આજે સવારે ધોરણ.8થી 8ના વર્ગો શરૂ કર્યા છે. જેના લીધે મોટો વિવાદ સર્જાયો છે. સુરતના કતારગામની ગજેરા સ્કૂલના સંચાલકો સરકારના નિયમનો ઘોળીને પી ગયા હોય તેવું સર્જાઈ રહ્યું છે. બીજી બાજુ ગજેરા સ્કૂલે કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ વગર વિદ્યાર્થીઓને બેસાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા હોવાના સમાચાર વાયુ વેગે ફેલાયા હતા. જોકે વડોદરા ખાતે આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન સીએમ વિજય રૂપાણીને સુરતની ગજેરા સ્કુલના સંચાલકોની સામેની મનમાની અંગે સવાલ પુછતા વિજય રૂપાણીએ જાણાવ્યું હતું કે નિયમ ભંગ નહિ ચલાવી લેવાય અને કોઈપણ નોટીફિકેશનનો ભંગ સરકાર બિલકુલ નહિ ચલાવી લેવામાં આવે. જોકે આ સમગ્ર મામલે સુરત કોર્પોરેશ પણ ુ ઉંઘ ઉડી હતી અને ગજેરા સ્કુલ અને સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત પાલિકા દ્વારા સ્કુલને બે દિવસ માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ સોશીયલ ડિસ્ટેેન્સીંગનો પાલન નહિ થવા બદલ નોટીસ પણ પાઠવવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે જો સ્કુલ સોંચાલકો નોટીસનો જવાબ નહિ આપેતો દંડની કાર્યવાહી પણ સુરત કોર્પોરેશન હાથ ધરશે.