સુરત,

કોરોનાને કારણે લાકડાઉન બાદ નશીલા પદાર્થનું ધૂમ વેચાણ થઇ રહ્યાં હોવાની ફરિયાદના આધારે વેસુ ગામનાં ઘોયા ફળિયામાં ડ્રગ્સ પાઉડર રાખી તેનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે સુરત એસઓજીએ દરોડા પાડયા હતા. તપાસ કરતા પોલીસને ડ્રગ્સના બદલે બે તલવાર અને એક રેઇનબો છરો જેવા ઘાતક હથિયાર હાથ લાગતા પોલીસે યુવાન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. કોરોના વાયરસના લાકડાઉનમાં છૂટછટો મળતા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હતો અને સાથે નશીલા પદાર્થનું પણ વેચાણ મોટા પ્રમાણમાં થતું હોવાની સતત ફરિયાદ મળતી હતી. જેને લઈને સુરત શહેર પોલીસની એસઓજી પોલીસે વેસુ ગામના ઘોયા ફળિયા પારસીવાડાના મકાન નં. ૧માં રહેતો વિપલ મનીષ ટેલર તેના ઘરમાં ડ્રગ્સ પાઉડર રાખી તેનું વેચાણ કરે છે.

આ બાતમીના આધારે એસઓજીની ટીમ સાથે વિપલના ઘરે દરોડા પાડયા હતા. મોટી માત્રામાં એમ.ડી ડ્રગ્સ મળશે તેવી આશાએ દરોડા પાડનાર પોલીસ ટીમને કોઇપણ પ્રકારનો માદક પદાર્થ હાથ લાગ્યો ન હતો. પરંતુ વિપલના પેન્ટના ખિસ્સામાંથી ૮ ઇંચ લાબો રેઇનબો છરો મળી આવ્યો હતો. ઉપરાંત ઘરના ટેબલના ખાના ચેક કરતા તેમાંથી કટાયેલી હાલતમાં એક તલવાર અને પિત્તળના હાથાવાળી તલવાર મળી આવી હતી. જેથી પોલીસ વિપલ વિરૂધ્ધ આઇસીપીસી ૧૩૫ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અગાઉ અડાજણ વિસ્તારમાં જાહેરમાં મારામારી કરનાર વિપલ મનીષ ટેલર મૂળ વેસુ ગામનો રહેવાસી છે અને હાલમાં ઉમરા કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કુલ નજીક સ્વસ્તિક રેસીડન્સીના ફલેટ નં. એ-૩ માં રહે છે. આ અંગે બાતમીના આધારે માથાભારે પ્રકૃતિના વિપલ ટેલરને ત્યાં દરોડા પાડયા હતા. પરંતુ ડ્રગ્સ હાથ લાગ્યું ન હતું પરંતુ છરો અને તલવાર મળી આવતા તે કબ્જે લેવામાં આવ્યા છે.