સુરત-

સુરતમાં સતત સરકારી કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન લોકોને રઝળાવીને લાંચ માંગતા હોય છે ત્યારે કાયદેસરની કાર્યવાહી નહિ કરવા માટે ગેરકાયદેસર રૂપિયાની માંગણી કરતા હોય છે ત્યારે સુરત ગ્રામ્ય પોલીસમાં એક વ્યક્તિ પર કરવામાં આવેલ કેસ મામલે જામીન પર મુક્ત કરવા સાથે પુરવઠા અધિકારીને જાણકારી ન આપવા માટે પોલીસ કર્મચારીએ તેના વચેટિયા દ્વારા એક લાખની લાંચ માગી હતી અને આ લાંચ આંગડિયા દ્વારા માંગતા બે ઈસમો વિરુદ્ધ એસીબી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રમેશ વસાવા દ્વારા થોડા દિવસ પહેલાં કામરેજ નજીકથી બાયો ડીઝલનો ૯૦૦ લિટરનો માલ પકડી પાડવામાં આવ્યો હતો.

આ મામલે કેસ તો કરવામાં આવ્યો હતો પણ આરોપીને પકડી પાડ્યા બાદ તાત્કાલિક જામીન આપવા સાથે પકડાયેલ માલ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં જાણ ન કરવા માટે આ પોલીસ કર્મચારી દ્વારા તેના વચેટિયા અશ્વીનભાઇ બેચરભાઇ પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જે વ્યક્તિનો માલ હતો તેને આ મામલે રૂપિયા આપવા ન માંગતો હોવાને કારણે અને પોલીસ જે રીતે ખોટી રીતે લાંચની માંગણી કરતી હોવાને લઈને એસીબી વિભાગમાં ફરિયાદ કરી હતી.

પોલીસ કર્મચારી અને તેના વચેટિયાએ થોડા દિવસ પહેલા બાયો ડીઝલને લઈને આજ વિસ્તારમાં જિલ્લા પોલીસનો વહિવટદાર એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. ફરિયાદીને સાથે રાખીને એસીબી દ્વારા આંગડિયા દ્વારા રૂપિયા આપવાની ટ્રેપ ગોઠવામાં આવી હતી. જાેકે પોલીસ કર્મચારી અને તેના વચેટિયાને ગંધ આવી જતા રૂપિયા લેવા માટે આવ્યા ન હતા પણ એસીબીએ આ મામલે નક્કર પુરાવાના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસ કર્મચારી એન તેના વચેટિયાને એસીબીએ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે