સુરત-

ફાયર વિભાગે ફાયર સેફ્ટીના અભાવના કારણે માર્કેટ-કોમ્પલેક્સની 1506 દુકાનો સીલ કરી છે. ફાયર વિભાગે ડ્રિમ હોન્ડા સિટી શૉ રૂમને સીલ કરી દીધો છે. ફાયર વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા પછીથી માર્કેટ અને કોમ્પલેક્સમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એફિડેવિટ છતાં ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવા અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટ તેમ છતાં ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ આજરોજ સિલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર વિભાગે નોટિસ આપ્યા અને એફિડેવિટ કરી હોવા છતા ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરતા ફાયર વિભાગે અંગાજે એક હજારથી વદુ દુકાનોને સીલ કરી દીધી છે.