સુરત-

સુરતમાં વધી રહેલા અને સ્નેચિંગની ઘટનામાં હવે મહિલાઓ અને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ સ્નેચરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગઈ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોમાં રહેતા સંતોકબેન આહીર 17 જાન્યુઆરીએ સવારે ઘરેથી મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરેથી ઘરે જઈ રહેલી સંતોકબેનના કાનમાંથી બાઈકર્સ અઢી તોલાની સોનાની બૂટી લૂંટીને નાસી ગયા હતા. ત્યારબાદ વૃદ્ધ મહિલા તેઓ મંદિરેથી દર્શન કરીને પરત ચાલતા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘરેથી માત્ર અડધા કિલોમીટરના અંતરે અજાણ્યા બાઈકસવાર પાછળથી આવી સંતોકબેન કાન ખેંચીની બુટી લૂંટીને બાઇક પર બેસીને નાસી ગયા હતા.. આ ઘટનાના કારણે સંતોકબેન ના બંને કાન કપાઈ જતા રહો લુહાણ થઈ ગયા હતા. સુરતના ડિંડોલી, ઉધના, ગોડાદરા, પાંડેસરા, ભટાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્નેચરોનો આતંક છે. મોબાઈલ અને ચેન સ્નેચિંગ કરવા માટે તેઓ ચપ્પુ વડે ઈજા પણ કરતા હોય છે. સંતોકબેનના પ્રકરણમાં આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.