આપઘાત કરનાર સુરતની મહિલા પીએસઆઇ ના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમસંસ્કાર કરાયા
07, ડિસેમ્બર 2020

સુરત, સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જાેશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જાેશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. રવિવારે તેઓની અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં પોલીસ સહિત પરિવારજનો જાેડાયા હતા. અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી. ઉધના પોલીસની પટેલ નગર ચોકીના ૩૩ વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જાેશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જાેશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસને મળેલી ડાયરીમાં પોતે જીવવું અઘરું છે.મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખી જીવન ટૂંકાવ્યું હતું.ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલાએના ફાલસાવાડી સ્થિત ૧૦૩ નંબરના ફ્લેટે પહોંચી એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે બજાવે છે.પીએસઆઈ અમિતા પતિ,પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા.વર્ષ ૨૦૧૩માં પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યા હતા.મૂળ અમરેલીના વતની અમિતા જાેશીનું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેઓના આપઘાત બાદ રવિવારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને અશ્રભુની આંખે તેઓની અંતિમ યાત્રામાં જાેડાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution