સુરત-

કોરોનાકાળમાં સુરતમાં સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે એસઓપીનો ભંગ કરનાર પાસેથી પાલિકાએ સાત માસમાં બે કરોડનો દંડ વસુલ્યો છે. માર્ચ માસથી માસ્ક ન પહેરવા બદલ, સોશિયલ ડિસ્ટનસિંગ ,જાહેરમાં ઠુકવા બદલ અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા બદલ દંડની વસુલાત કરાઈ છે. પાલિકાના કુલ આઠ ઝોનમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.