સુરેન્દ્રનગર - રાજકોટમાં ડબલ ટ્રેકની કામગીરીથી રેલવે વ્યવહારને અસર
24, એપ્રીલ 2022

રાજકોટ રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન માં આવેલા દિગસર-મુળી રોડ સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક ની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના લીધે ૨૩.૦૪.૨૦૨૨ થી ૦૨.૦૫.૨૦૨૨ સુધી રેલ વ્યવહારને અસર થશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે  જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે

રદ કરાયેલી ટ્રેનો

 ટ્રેન નં ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી રદ.

ટ્રેન નં ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૫.૦૪.૨૦૨૨ થી ૦૨.૦૫.૨૦૨૨ સુધી રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નં ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નં ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે.

૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી માર્ગમાં રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનોઃ

ટ્રેન નં ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ દરરોજ ૩૦ મિનિટ

ટ્રેન નં ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરરોજ ૧૦ મિનિટ

ટ્રેન નં ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ દર રવિવારે ૨૫ મિનિટ

ટ્રેન નં ૨૨૯૩૯ હાપા-બિલાસપુર એક્સપ્રેસ દર રવિવાર

૨૫ મિનિટ

ટ્રેન નં ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર ૨૫ મિનિટ

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution