સુરેન્દ્રનગર - વિરમગામ રોડ પર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ
14, ડિસેમ્બર 2021

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર-વિરમગામ રોડ પર એસ.ટી. બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર ૧૫ જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઇ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના લખતરના છારદ પાટિયા પાસે એસ.ટી. બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને જ્યારે સમગ્ર મામલે પોલીસ અને ૧૦૮ની ટીમને પણ જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી. સુરેન્દ્રનગર-વિરમગામ રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસ ટ્રાફિકને નિયંત્રિક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં બસમાં સવાર ૧૫ જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઇ છે, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution