23, ડિસેમ્બર 2020
સુરેન્દ્રનગર-
વઢવાણ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સરકારના ત્રણ કૃષિ બિલ ખેડૂતો માટે કાળા કાયદા સમાન તેમજ નુકસાનકારક હોવાનો આક્ષેપ કરી રોષ દાખવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કૃષિ બિલ અંગે જાહેરમાં ચર્ચા કરવા કૃષિ પ્રધાન આર.સી. ફળદુ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.વઢવાણ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સરકારના ત્રણ કૃષિ બિલ ખેડૂતો માટે કાળા કાયદા સમાન તેમજ નુકસાનકારક હોવાનો આક્ષેપ કરી રોષ દાખવ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતલક્ષી તમામ બિલો પરત ખેંચવાની પણ માગ કરી છે.