વડોદરા-

કરજણ તાલુકાના વીરજય ગામના પશુપાલકોને ગાયો ભેસો ચરવવા માટે દરરોજ જીવના જોખમે ઢાઢર નદી પાર કરવી પડતી હોય છે કારણ કે નદીમાં 10થી15 વિશાળકાય મગર રહે છે.ત્યારે આજે એક અનિચ્છીય ઘટના સામે આવી હતી.

નિત્યક્રમ મુજબ પશુપાલકો પોતાના ગાયો-ભેસો ચરાવવા માટે નદી ઓગંળતા હતા ત્યારે એક ભેંસ ટોળાથી અલગ પડી ગઇ હતી ત્યાકે એક વિશાળકાય મગરે તેના પર હુમલો કર્યો હતો અને ભેંસના મોઢા પર ગંભીર ઇજાઓ પહોચાડી તેનુ જબડુ ફાડી ખાધુ હતું. બહાર ઉભેલા ગામજનોએ મહામહેનતે મગરને ત્યાથી દુર કર્યો હતો અને ંભેંસને મગરનો કોળીયો થતા બચાવી હતી.જોકે ઐ સમગ્ર ઘટના ગામજનોએ મોબાઇલના કેમેરામાં કેદ કરી હતી.ત્યાર બાદ આ વિડિયો સોશ્યલ મિડીયા પર વાઇરલ થયો હતો.