સુશાંત કેસઃ આજે ચોથા દિવસે પણ રિયા સાથે CBI કરશે પૂછપરછ
31, ઓગ્સ્ટ 2020

મુંબઇ-

સુશાંતસિંહ રાજપૂત કેસમાં CBI છેલ્લા 11 દિવસથી તપાસ કરી રહી છે. આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી સાથે ત્રણ દિવસ CBIએ સતત પૂછપરછ કરી હતી. બીજી બાજુ આ કેસમાં ડ્રગ્સ મામલે ગૌરવ આર્યની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, તો આ કેસમાં સુશાંતની બહેન સાથે પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

CBIએ ત્રીજા દિવસે રિયા સાથે 9 કલાક સુધી પૂછપરછ કરી હતી, તો સોમવારે ફરી તેની સાથે પૂછપરછ થઇ શકે છે. કથિત રીતે રાજૂપતને આત્મહત્યા માટે ઉશ્કેરવા અભિનેત્રીથી 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, રિયાના ભાઇ શોવિકને પણ ચોથા દિવસે CBI બોલાવી આવી શકે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ત્રીજા દિવસે રિયાનો ભાઇ સાંતાક્રૂજમાં સ્થિત DRDOના અતિથિગૃહમાં સવારે લગભગ 10.30 વાગ્યે પહોંચ્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની કાર મુંબઈ પોલીસના વાહનની સુરક્ષા હેઠળ ગેસ્ટહાઉસ પહોંચી હતી. રાજપૂતના મેનેજર મિરાંડા અને નોકર કેશવ પણ સવારે ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, રિયા અને તેનો ભાઇ શોવિક સાંજે લગભગ 7 વાગ્યે અતિથિગૃહ બહાર રવાના થયા હતા.અધિકારીએ વધુમાં ઉમેર્તા કર્યું કે, આ ત્રણ દિવસોમાં એજન્સી દ્વારા અભિનેત્રીથી લગભગ 26 કલાક પુછપરછ કરવામાં આવી હતી. રિયા સાથે રહેવા માટે પોલીસ મથકની 4 મહિલા અધિકારીઓને DRDO અતિથિગૃહમાં મોકલવામાં આવ્યા હતા.તપાસ એજન્સીની ટીમે શુક્રવારે રિયા ચક્રવર્તીથી 10 કલાક સુધી પૂછપરછ કરા હતી. જે બાદ પોલીસ સુરક્ષા વચ્ચે રિયા તેના ઘરે પહોંચી હતી, કારણ કે રિયાના ઘર બહાર મીડિયાકર્મીઓ હાજર હતા. CBIની ટીમે સિદ્ધાર્થ પિઠાણી, નીરજ સિંહ અને રજત મેવાતી સાથે શનિવારે પૂછપરછ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution