01, સપ્ટેમ્બર 2020
મુંબઇ-
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી તેના મોત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અનેક લોકોને લાગી રહ્ય્šં છે સુશાંતે આપઘાત નહીં પણ તેની કોઈએ હત્યા કરી છે. આ કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે. અને સીબીઆઈ સતત ૪ દિવસથી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પુછતાછ કરી રહી હતી. તો આ વચ્ચે જ સુશાંતના ડ્રગ કેસના એન્ગલ પણ સામે આવતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ચીફ રાકેશ અસ્થાના પણ એક્ટિવ થઈ ગયા છે. અને મુંબઈમાં આ મામલે મોટી કાર્યવાહીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે તેવી ચર્ચા છે.
સુશાંત કેસ મામલે સીબીઆઈ દ્વારા તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. તો આ વચ્ચે સુત્રોનું માનીએ તો એનસીબીના ચીફ રાકેશ અસ્થાના આ કેસ મામલે મુંબઈ આવ્યા હતા. તેઓએ દિલ્હી સીબીઆઈ ટીમ પાસેથી સુશાંત મામલે જાણકારી મેળવી છે. અને આ કેસની આગળની રણનીતિ તેઓએ તૈયાર કરી છે અને મુંબઈથી તેઓ દિલ્હી પરત ફર્યા હતા.
સુત્રોના કહ્યા પ્રમાણે, મુંબઈમાં ડ્રગ્સ રેકેટ પર એનસીબી મોટા લેવલ પર કામ કરવાની તૈયારી કરી રહી છે. સુશાંત મામલામાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ કેસનો મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. સુશાંત પણ ડ્રગ્સ લેતો હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. તેવામાં બોલિવૂડમાં ફેલાયેલાં આ ડ્રગ સામ્રાજ્યને લઈ એનસીબી દ્વારા કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ અનેક લોકો ચર્ચાઓ કરી રહ્યા છે.