સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનની પત્ની અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાને તેની પ્રાઇવેટ તસવીરોને લઇને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. આ બંનેની તસવીરો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિ એટલે કે રાજીવ સેને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને નિશાન બનાવી રહ્યા હતા. બાદમાં રાજીવ સેને આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી હતી. આ વિવાદ બાદ ચારુ અસોપા તેના વીડિયો અને તસવીરોને લઇને ટ્રોલર્સના નિશાન પર આવી ગઇ છે.