ધ્રાંગધ્રા-માલવણ હાઇવે નજીક ગેરકાયદેસર માટીના ખનન સામે તંત્રની શંકાસ્પદ ભૂમિકા
30, ડિસેમ્બર 2021

ધ્રાગધ્રા ધ્રાંગધ્રા-માલવણ હાઇવે નજીક દિન દહાડે ગેરકાયદેસર માટીનું ખનન થઇ રહ્યુ છે જેમા ધ્રાગધ્રા-માલવણ હાઇવે નજીક આવેલા જુના ટોલટેક્ષ પાસે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર માટીનુ ખનન કરતા ભુમાફીયાઓ એટલા હદે વણસી ગયા છે કે કોઇ અરજદાર જાે આ ગેરકાયદેસર ખનન સામે અવાજ ઉઠાવે એટલે તરત જ ભુમાફીયા દ્વારા અરજદારોને ધાપ-ધમકી વડે અવાજ દબાવવાનો પ્રયાસ કરતા હોય છે.

આ બાબતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા ધ્રાગધ્રા-માલવણ હાઇવે નજીક ગેરકાયદેસર માટીનુ ખનન કરતા ભુમાફિયાઓ દ્વારા પાસ પરમિટ વગર માટી ડમ્ફરમા ભરીને હાઇવે પર નિકળતા સ્થાનિક જાગૃત નાગરીક દ્વારા ગેરકાયદેસર ખનન વિરુધ્ધ અવાજ ઉઠાવી તાલુકા પોલીસ તથા મામલતદારને જાણ કરી હતી જે બાદ કલાકો સુધી તંત્રનો એક પણ અધિકારી અહિ ફરક્યું હતુ નહિ વળી પાસ પરમિટ વગર માટી ભરેલુ ડમ્ફર અધવચ્ચે જ ખાલી કરી ખનીજમાફીયાઓ નાશી છુટ્યા હતા જેથી સ્પષ્ટપણે ખનીજ માફીયાઓ દ્વારા દિન દહાડે થતો ગેરકાયદેસર માટીના કાળા કારોબાર સામે તંત્રની ભુમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે જેથી આ સમગ્ર મામલે જાગૃત નાગરીક દ્વારા ગેરકાયદેસર ખનન બંધ કરવા ઉચ્ચકક્ષાએ રજુવાત કરવાની માંગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution