31, ઓગ્સ્ટ 2020
દિલ્હી-
આજે આવેલ ચુકાદામાં 15મી સપ્ટેમ્બર સુધી એક રૂપિયાનો દંડ જમા કરાવવા આદેશ કર્યો છે. નક્કી કરેલ ડેડલાઈનમાં આ દંડ નહિ ભરવામાં આવે તો તેમને ત્રણ માસની સામાન્ય જેલની પણ જાહેરાત કોર્ટે કરી છે. આ સાથે જો તેઓ દંડ નહિ ભરે તો આગામી ત્રણ વર્ષ સુધી તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ નહિ કરી શકે એટલેકે તેઓ કોઈપણ કેસ લડી નહિ શકે.
ન્યાય તંત્ર સામે બળાપો કાઢવા બે ટ્વિટ કરીને સુપ્રીમ કોર્ટના કિથત અપમાન બદલ દોષિત સાબિત થયેલા વકીલ અને કર્મશીલ પ્રશાંત ભુષણની સજાના સમયગાળાનો આજે નિર્ણય આવ્યો છે.
જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વ હેઠળની બેન્ચ ભુષણ સામેનો ચૂકાદો સંભળાવતા ભૂષણે એક રૂપિયાનો પ્રતિકાત્મક દંડ ફટાકર્યો છે.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ મહેતા બીજી સપ્ટેમબરે નિવૃત્ત થઇ રહ્યા છે. 14 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ભુષણને તેમના બે ટ્વિટ બદલ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ હેછળ સુરવાર ઠેરવ્યા હતા. 25 ઓગસ્ટે ભુષણ વતી કોર્ટમાં હાજર રહેલા રાજીવ ધવને કોર્ટને આ કેસ બંધ કરવા સૂચન કર્યું હતું. તેમણે તો આ વિવાદનો અંત લાવવાની પણ અપીલ કરી હતી.