દિલ્હી-

કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કાૅંગ્રેસના તમામ કાર્યકરોને કહ્યું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેથી જ તેઓ તમામ રાજકીય પ્રવૃત્તિઓ છોડી દે અને કોરોના વાયરસ સામેના આ યુદ્ધમાં લોકોને મદદ કરે. તેમણે કહ્યું કે, આ સમય લોકોની સુખાકારી વિશે વાત કરવાનો છે. કારણ કે, 'સિસ્ટમ' સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કેરળના વાયનાડના કાૅંગ્રેસના સાંસદએ આ ટિ્‌વટ એવા સમયે કર્યું છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક ૩,૪૯,૬૯૧ નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, દેશમાં આ વાયરસને કારણે પ્રથમ વખત ૨૭૬૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું, 'સિસ્ટમ નિષ્ફળ છે, તેથી જનહિતની વાત કરવી મહત્વપૂર્ણ છેઃ આ કટોકટીમાં દેશને જવાબદાર નાગરિકોની જરૂર છે. હું મારા કોંગ્રેસના સાથીઓને વિનંતી કરું છું કે, તમામ રાજકીય કાર્ય છોડી દે અને ફક્ત જનતાને મદદ કરે, દેશવાસીઓના દુખને દૂર કરવામાં મદદ કરે. આ કોંગ્રેસ પરિવારનો આ જ ધર્મ છે.

આના એક દિવસ પહેલા શનિવારે ચેપના કેસમાં સતત વધારો થવાના કારણે કાૅંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પ્રચાર અને બિનજરૂરી પ્રોજેક્ટ્‌સ પર ખર્ચ કરવાને બદલે, રસી, ઓક્સિજન તથા અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. તેમણે ટ્‌વીટ કર્યું, " કેન્દ્ર સરકારને અપીલ છે કે, પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ્‌સ પર ખર્ચ કરવાને બદલે રસીઓ, ઓક્સિજન અને અન્ય આરોગ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે."