ભાગ્યે જ કોઇ એવી વ્યકિત એવી હશે કે જેણે બટાકાનું શાક નહી ભાવતુ હોય. મોટાભાગના ઘરોમાં તમને બટેકાનું રસાવાળું શાક બનતુ જ હશે. આજે તમને એક નવી સ્ટાઇલથી વિશે જણાવતીશું, આ રીતે શાક બનાવશો તો બધા જ આંગળા ચાટતા થઇ જશે.

સામગ્રી:

1 ચમચી તેલ,1 તમાલ પત્ર ,અડધી ચમચી હળદર,1 ચમચી જીરૂ,1 ચમચી રાઇ,ચપટી હિંગ ,1 ઇંચ આંદુ (ઝીણું સમારેલુ)\,1 ચમચી ધાણાજીરૂ,1 લીલું મરચું (સમારેલુ),1 ચમચી લાલ મરચું,3-4 બટેકા બાફેલા ,1 કપ પાણી,1 કપ ઘટ્ટ દહીં,અડધી ચમચી ગરમ મસાલો,1 ચમચી કસૂરી મેથી,સ્વાદનુસાર મીઠું

બનાવાની રીત:

એક કડાઇમાં તેલ ગરમ કરીને તેમાં તમાલપત્ર, રાઇ, જીરુ તતડાવો. જીરૂ સંતળાવાની સુગંધ આવે એટલે હીંગ ઉમેરી દો, ત્યારપછી તેમાં આદું અને લીલું મરચું નાખીને સાંતળી દો. ગેસ ધીમો રાખીને તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચા પાઉડર, અડધી ચમચી ધાણાજીરૂ પાવડર નાંખી 30 સેકન્ડ માટે સાંતળો. મસાલા સંતળાય એટલે તેમાં 1 કપ પાણી અને 1 કપ ઘટ્ટ દહીં નાખો. સતત હલાવ્યા પછી કરો જેથી પાણી, મસાલા અને દહીં વ્યવસ્થિત મિક્સ થઇ જાય. ગેસ ધીમો જ રાખવો જોઇએ જેથી દહીં ફાટી ના જાય. બાફેલા બટેકાને મોટા ટુકડા સમારી નાખો, તે આ દહીંવાળા મિશ્રણમાં ઉમેરી દો, સ્વાદનુસાર મીઠું નાખો. બરાબર મિક્સ કરીને 5 મિનિટ ઉકળવા દો, તેથી બટેકામાં ફ્લેવર શોષી લો. શાકમાં અડધી ચમચી ગરમ મસાલા પાઉડર, 1 ચમચી કસૂરી મેથી ઉમેરો. કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ પુરી, પરોઠા કે પછી રોટલી સાથે સર્વ કરો.