વલસાડ, કોરોનાની આ મહામારીમાં ઓક્સિજન સિલિન્ડ અને ઇન્જેક્શન માટે હોસ્પિટલો માં પોતા ના સ્વજનો ને દાખલ કરવા માટે લોકોને લાઈનો લાગવતા હોવાના અનેક સમાચારો દરરોજ સાંભળવા મળતા હોય છે. પરંતુ આવી મહામારી માં લોક દારૂ મેળવવા માટે લાઈન માં ઉભા રહેતા હોય તેવી બાબત સામે આવતા આશ્ચર્ય થઇ રહ્યું છે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં આવેલા અનેક વાઇન શોપ બહાર દારૂ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો લાઈન લગાવી ઉભા રહે છે જાે કે વિદેશી દારૂની દુકાનોના સંચાલકે કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન ના કાયદા નો પાલન સાથે દારૂ નું વેચાણ કર્યા હોવાની માહિતી મળી રહે છે દુકાન સંચાલકે દારૂ લેવા આવેલ લોકો ને સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિત માસ્ક પહેરવા બાબતે કડક દબાણ આપ્યા હોવાની બાબત પણ જાણવા મળી રહી છે કોરોના મહામારી માં પણ મોટી સંખ્યામાં લોકો દારૂ ખરીદવા લાઈન લગાડતા આશ્ચર્ય થવા પામ્યું હતું. . મહત્વપૂર્ણ છે કે આ નાનકડા પ્રદેશ દાદરા નગર હવેલીમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેને કાબૂમાં લેવા પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને સંક્રમણ રોકવા કોરોના ની ચેન તોડવા માટે પ્રદેશ પ્રશાસન દ્વારા સમગ્ર પ્રદેશમાં અઠવાડિયાના બે દિવસ એટલે શનિ અને રવિ એમ બે દિવસ ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ નો અમલ કરવામાં આવે છે. સાથે અઠવાડિયાના અન્ય દિવસોમાં રાત્રી કર્ફ્‌યુ પણ અમલ કરવામાં આવે છે.