કાબુલ-

અફઘાન સરકારના હાથમાંથી ધીમે ધીમે દેશનાં મહત્વનાં અને રાજકીય શહેરો બહાર નીકળી રહ્યા છે. શનિવારે તાલિબાન એ અફઘાનિસ્તાનનાં ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર પણ કબ્ઝો કરી લીધો છો. અફઘાન સાંસદે મઝાર-એ-શરીફ પર તાલિબાનીઓનો કબજો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફ તાલિબાનનાં કબ્ઝામાં આવી ગયું છે, વિદ્રોહીઓએ ત્યાં મોટો હુમલો કર્યો હતો. તાલિબાનોએ મઝાર-એ-શરીફ પર કબ્ઝો જમાવ્યો હોવાનો દાવો કરતા અફઘાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વિદ્રોહીઓએ છેલ્લા ઘણા દિવસોથી શહેરનાં મુખ્ય વિસ્તારો પર કબ્ઝો જમાવી રહેલા મઝાર પર મોટો હુમલો કર્યો હતો. તાલિબાન શરૂઆતથી જ શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ દેશની સેના બળવાખોરોને રોકવા માટે સખત પ્રયાસ કરી રહી હતી. શનિવારે જ, લડવૈયાઓએ મઝાર પર હુમલો કરવાનું શરૂ કર્યું. ઉત્તર બલ્ખ પ્રાંતનાં પ્રાંત ગવર્નરનાં પ્રવક્તા મુનીર અહમદ ફરહાદ કહે છે કે, 14 ઓગસ્ટથી તાલિબાનોએ અનેક દિશાઓથી હુમલા શરૂ કર્યા હતા. આ દરમિયાન ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 11 ઓગસ્ટનાં રોજ મઝાર-એ-શરીફની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મુદ્દાઓ પર એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.