તાલિબાન દ્વારા અફઘાન કેબિનેટનું થશે એલાન, જાણો કોના હાથમાં હશે સત્તાની નવી કમાન
04, સપ્ટેમ્બર 2021

દિલ્હી-

 ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર રાજ કર્યું તે સમયે મુલ્લા બરાદરે મહત્વની ભૂમિકા ભજવી હતી. જાેકે ૨૦૦૧ બાદ અમેરિકાએ જ્યારે અફઘાનિસ્તાનમાં ઘૂસણખોરી કરી તો મુલ્લા બરાદર પાકિસ્તાન જતો રહ્યો હતો. ૨૦૧૦માં પાકિસ્તાને તેને જેલમાં પૂર્યો હતો કારણ કે, આરોપ હતો કે તે પાકિસ્તાનને લૂપમાં રાખ્યા વગર અફઘાનિસ્તાની સરકાર સાથે વાતચીત કરવાના પ્રયત્નમાં હતો. ૨૦૧૮માં અમેરિકાએ તાલિબાન સાથે વાતચીતનો પ્રયત્ન તેજ કર્યો ત્યારે મુલ્લા બરાદરને છોડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે કતારના દોહા ખાતે કમાન સંભાળી હતી અને અમેરિકા સાથેની વાતચીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે મુલ્લા બરાદર અફઘાનિસ્તાનમાં તાલિબાનની કમાન સંભાળી શકે છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની નવી સરકાર બનાવશે. મુલ્લા બરાદરને તાલિબાનની નવી સરકારની કમાન સોંપવામાં આવી શકે છે. સમાચાર એજન્સી રોયટર્સે શુક્રવારે આવો દાવો કર્યો હતો. રોયટર્સે તાલિબાનના હવાલાથી દાવો કર્યો છે કે, કાબુલમાં શુક્રવારે તાલિબાન પોતાની નવી સરકારની રચના કરશે. મુલ્લા બરાદર તે સરકારની આગેવાની કરશે. સાથે જ તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો દીકરો મુલ્લા મોહમ્મદ યાકૂબ, શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઈ પણ તાલિબાનની આ સરકારમાં મહત્વના પદો પર હશે. તાલિબાન ઘણાં દિવસથી કાબુલમાં નવી સરકારની રચનાની તૈયારીઓ કરી રહ્યું છે. કાબુલના રાષ્ટ્રપતિ પેલેસમાં સજાવટ ચાલી રહી છે, નવા ઝંડા તૈયાર થઈ રહ્યા છે અને તાજેતરમાં જ નવો વીડિયો રીલિઝ થયો છે. ૧૯૬૮માં જન્મેલો મુલ્લા અબ્દુલ ગની બરાદર તાલિબાનનો બીજા નંબરનો નેતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution