લો બોલો, અહિંયા ભેંસોએ દારૂની પોલ ખોલી હોજમાંથી પાણી પીધા બાદ નશો ચડ્યો અને પછી થયું એવું કે..
07, જુલાઈ 2021

ચિલોડા-

ગાંધીનગરના ચિલોડામાં ત્રણ ભેંસોને હોજમાંથી પાણી પીધા બાદ નશો ચડ્યો હતો. ભેંસોની આ 'આકસ્મિક પાર્ટી'એ તબેલામાં દારુ છુપાડનારા માલિકોની પોલ ખોલી હતી. પાણીના હોજ અને ઘાસના ઢગલામાં સંતાડવામાં આવેલી દારુની ૧૦૧ બોટલો પોલીસે જપ્ત કરી છે. સાથે જ ત્રણ ભાઈઓ દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર સામે પ્રોહિબિશન એક્ટનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે.

એલસીબીના આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર દિલીપસિંહ બળદેવે ચિલોડા પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પ્રમાણે, તબેલામાંથી આઇએમએફએલની ૧૦૧ બોટલનો રૂપિયા ૩૫,૦૦૦ની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કેસની વિગતે વાત કરીએ તો, બે ભેંસો અને એક પાડો માંદા પડતાં દિનેશ ઠાકોરે કુંજાડ ગામમાં રહેતા પશુચિકિત્સકનો સંપર્ક કર્યો હતો. "આ પશુઓએ ખાવાનું બંધ કરી દીધું હતું અને તેઓ મોંમાંથી ફીણ કાઢતા હતા", તેમ ફરિયાદમાં જણાવાયું છે. બીજા દિવસે ભેંસોએ કૂદકા મારવાનું શરૂ કર્યું અને કેમેય કરીને તેઓ શાંત નહોતી થઈ રહી. આટલું ઓછું હોય તેમ તેમના મોંમાંથી ફીણ નીકળવાનું ચાલુ જ હતું. ત્યારે ઠાકોર ભાઈઓએ બીજા પશુચિકિત્સકનો સંપર્ક કર્યો હતો. "ડૉક્ટર તબેલા ખાતે આવ્યા અને તેમણે પાણીના હોજમાંથી આવી રહેલી વિચિત્ર વાસ વિશે પૂછ્યું હતું. કન્ટેન્ટરમાં પાણીનો રંગ પીળાશ પડતો કેમ થઈ ગયો છે તેમ પણ તબીબે પૂછ્યું હતું. ત્યારે ઠાકોર ભાઈઓએ જણાવ્યું હતું કે, ઝાડની કેટલીક ડાળીઓ પાણીમાં પડી છે અને તેના કારણે રંગ બદલાઈ ગયો છે", તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે. પશુઓને ચકાસ્યા બાદ ડૉક્ટર દવા લખી આપીને ત્યાંથી રવાના થયા હતા પરંતુ તેમને દારુ સંબંધિત કોઈ


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution