ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભુમાફીયાઓને દ્વારા આડો આંક વાળી દીધો છે તેવામાં અહિની સ્થાનિક તંત્ર પણ ભુમાફીયાઓને વિરુધ્ધ કોઇ કાયઁવાહી નહિ કરતા હવે દિન દહાડે શહેરની વિસ્તારમાથી ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહનો નજરે પડી રહ્યા છે જેમા ધ્રાંગધ્રા પંથકના રાજપર ગામ તરફ નીકળતી લાલ માટી, કુડા ચોકડી નજીક નીકળતી ભુખરા સફેદ રંગની માટી તથા રેતીનું ગેરકાયદેસર ખનન કરી ભુમાફીયાઓ પોતાના વાહનમાં પાસ પરમિટ વગર જ હેરફેર કરતા નજરે પડે છે આ તરફ તંત્રના અધિકારીઓ આ તમામ નાટક માત્ર મુકપ્રેક્ષક બનીને જાેઇ રહેતા ભુમાફીયાઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે જેથી દિન દહાડે શહેરની બજારો વચ્ચે ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહન ખુલ્લેઆમ નિકળતા નજરે પડે છે ત્યારે આ મામલે સ્થાનિક પયાઁવરણ પ્રેમીઓ દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી તેની હેરફેર કરતા વાહનો પર કાયદેસરની કાયઁવાહી કરાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.