રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીગં વિભાગ દ્વારા આજ રોજ એક સાથે બે જગ્યાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. રૈયા લાઈટ હાઉસ પ્રોજેક્ટની પાછળ ખાલી પ્લોટમાં થઈ ગયેલા પતરાના શેડ, મકાન ટોઈલેટ, બાથરૂમ સહિતના બાંધકામોનું ડિમોલેશન કરી ૪.૩૪ કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જ્યારે ધોળકિયા સ્કૂલ મેઈન રોડ ઉપર પાર્કિંગ તથા માર્જીંગની જગ્યામાં ઝયેલા ૩૪ કોમ્પલેક્ષના ઓટલા, છાપરા, સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ડિમોલેશનની કામગીરી વેસ્ટઝોન ટાઉન પ્લાનીંગના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે વન વીક વન રોડ અંતર્ગત વેસ્ટઝોનમાં ધોળકિયા સ્કૂલ મેઈન રોડ ઉપર કોમ્પલેક્ષ તેમજ દુકાનો આગળ કરવામાં આવેલ પાર્કિંગ-માર્જીંગના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રવિરત્ન પાર્ક, રિધ્ધી કોમ્પલેક્ષ, રત્ન સાગર કોમ્પલેક્ષમાં આવેલ બેચલર્સ કિચન, બંશી સેલ્સ એન્ડ સર્વિસ, એટુ ઝેડ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, રવિરાજ સોફા સેન્ટર, જે.સી. ચીલ પોઈન્ટ, શિવશક્તિ જનરલ સ્ટોર, નિલેશ ફરસાણ, શ્રી રામ પ્રોવિઝન, તિરુપતિ ડેરી ફાર્મ, ઓમ ઓટો સર્વિસ, શ્યામ પાન, પટેલ પાન, ઉમીયાજી ઓટોપાટ, આશિયાના કોમ્પલેક્ષની પાંચ દુકાન, ગ્રીન માર્ટ, શિવ કોર્નર, ભક્તિ સ્ટેશનરી, શિવ ઈ વ્હીકલ, માધ ફરસાણ, ખોડીયાર ડેરી, શ્રીજી પાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુખશાંતિ કોમ્પલેક્ષની સાત દુકાન, કેશવ કોમ્પલેક્ષની ત્રણ દુકાન, વિરાજ કોમ્પલેક્ષની ચાર દુકાન, અક્ષર કોમ્પલેક્ષ, પ્રમુખ ડાયનીંગ હોલ, દેવ આશિષ કોમ્પલેક્ષ, ચામુંડા ટ્રેઈલર, શિવમ કોમ્પલેક્ષની ત્રણ દુકાન, ગુરુકૃપા મોટર ડ્રાઈવીંગ સ્કૂલ, ચામુંડા ઓટો ગેરેજ, નટરાજ કોમ્પલેક્ષની પાંચ દુકાનોસહિતના સ્થળોએ પાર્કિંગની અને માર્જિનની જગ્યામાં કરેલા પાકા બાંધકામો ઓટલા, છાપરા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ધોળકિયા સ્કૂલ મેઈન રોડ ઉપર આજ રોજ વન વીક વન રોડ અંતર્ગત દબાણો હટાવવાની કામગીરી વેસ્ટઝોનના ડેપ્યુટી કમિશ્નર, ટાઉ પ્લાનીંગ ઓફિસર, સીટી એન્જીનીયર, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.