અમદાવાદ-

તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.