શિક્ષકોને કોરોના રસી મુકાવવા સમજાવવા પડ્યા
15, ફેબ્રુઆરી 2021

દાહોદ, દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.બીજી તરફ પ્રાથમિક શિક્ષકો માટે એક ફરજીયાત પરિપત્ર કરીને જિલ્લા પંચાયતમાં બોલાવીને શિક્ષકોને રસી મુકવામાં આવી હતી. ઘણાં આનાકાની કરતા શિક્ષકોને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સમજાવીને રસીકરણ કરાવ્યુ હતુ. આ પરિપત્ર શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.દાહોદ જિલ્લામાં આરોગ્ય કર્મીઓને સૌ પ્રથમ કોરોનાની રસી મુકવામાં આવી હતી.ત્યાર બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓનુ રસીકરણ કરવામાં આવ્યુ હતુ. હાલમાં પણ રસીકરમની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે સરકારી પ્રાથમિક શિક્ષકોને પણ રસી મુકવાની કામગીર શરુ કરવામાં આવી છે. તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ તમામ શિક્ષકો,મદદનીશ શિક્ષકો,સીઆરસી અને બીઆરસી કે જેમણે કોરોનાની વેક્સિન ન લીધી હોય તેવા તમામે તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયતમાં સવારે ૧૧ કલાકે કોરોના રસીકરણની સમીક્ષા બેઠકમાં ફરજીયાત હાજર રહેવુ પડશે.જે કોઇ ગેરહાજર રહેશે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.જેથી શનિવારે સવારે જિલ્લા પંચાયતમાં પ્રાથમિક શિક્ષકો ઉમટી પડ્યા હતા.આ બેઠકમાં તમામ શિક્ષકોને રસી મુકવવા માટે સમજ આપવામાં આવી હતી અને સ્થળ પર જ વેક્સિનેશન સ્ટાફ હાજર રખાયો હતો.જેતી જેમેણે રસી ન મુકાવી હોય તેમને તાત્કાલિક રસી મુકવામાં આવી હતી.આ મ પરિપત્ર કરીને શિક્ષકોનુ વેક્સિનેશન કરવામાં આવતા ચર્ચાનો વિષય ઉભો થયો હતો.૫૦૦ જેટલા શિક્ષકોનુ રસીકરણ સ્થળ પર જ કરી દેવામાં આવ્યુ હતુ. કોરોનાની વેક્સીનને લઇને ઘણાં શિક્ષકોના મનમાં વિવિધ પ્રકારાનો ડર હતો.જેમ કે રસી મુક્યા પછી તેની આડઅસર થશે તેમજ તાવ આવશે, ચકકર આવશે તેવા સંશયોને કારણે શિક્ષકો રસી મુકાવતા ન હતા.જેથી એચીએચઓ ડો.આર.ડી.પહાડીયાએ શિક્ષકોને સમજાવતા જણાવ્યુ હતુ કે જે શિક્ષકોની વાત માનીને અને શિક્ષણ મેળવીને ડોક્ટર થઇ ગયા.તેવા શિક્ષકો જ રસી મુકાવતા કેમ ગભરાય છે.શિક્ષકોએ કોઇ પણ પ્રકારના ભય વિના રસી મુકવી દેવી જાેઇએ.જિલ્લા પંચાયતમાં શિક્ષકો ઉમટી પડ્યા હતા.સ્થળ પર સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાયુ ન હતુ તેમજ ઘણાં શિક્ષકો માસ્ક વિના પણ જાેવા મળ્યા હતા.જાે કે સેનેટાઇઝેશનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.કેટલાક શિક્ષકોને વિવિધ પ્રકારની સારવાર ચાલી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution