મુંબઈ-

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે સોમવારે ૨૦૨૧/૨૨ સ્થાનિક સિઝન માટે ભારતીય પુરુષ ટીમના સમયપત્રકની જાહેરાત કરી હતી. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલના ત્રણ દિવસ બાદ ૧૭ નવેમ્બરથી ભારતની ઘરેલુ સિઝન શરૂ થશે. એપેક્સ કાઉન્સિલે સોમવારે યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમને મંજૂરી આપી હતી. ભારત આ સમયગાળા દરમિયાન ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ૧૪ ટી ૨૦ મેચનું આયોજન કરશે.

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા બે ટેસ્ટ અને ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી માટે અનુક્રમે નવેમ્બર ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨ માં ભારતનો પ્રવાસ કરશે. વેસ્ટ ઇન્ડીઝ ફેબ્રુઆરી ૨૦૨૨ માં ત્રણ વનડે અને ત્રણ ટી ૨૦ માટે ભારતનો પ્રવાસ કરશે. સ્થાનિક સિઝન વચ્ચે, ભારતીય ટીમ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓલ-ફોર્મેટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.

ભારત જૂન ૨૦૨૨ માં પાંચ મેચની ટી-૨૦ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની પણ યજમાની કરશે. કાનપુર અને મુંબઈને ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટના સ્થળ તરીકે જાેવામાં આવ્યા છે જ્યારે બેંગલુરુ અને મોહાલી શ્રીલંકા સામેની બે ટેસ્ટની યજમાની કરશે. બંને શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૧-૨૩ સાયકલનો ભાગ હશે.

ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ (૨૦૨૧)

પહેલી ટી-૨૦ : ૧૭ નવેમ્બર, જયપુર

બીજી ટી-૨૦ : ૧૯ નવેમ્બર, રાંચી

ત્રીજી ટી-૨૦ : ૨૧ નવેમ્બર કોલકાતા

પહેલી ટેસ્ટઃ ૨૫ થી ૨૯ નવેમ્બર, કાનપુર

બીજી ટેસ્ટઃ ૩ થી ૭ ડિસેમ્બર, મુંબઈ

૨૦૨૨ માં વેસ્ટ ઈન્ડિઝની યજમાની

પહેલી વનડેઃ ૬ ફેબ્રુઆરી, અમદાવાદ

બીજી વનડેઃ ૯ ફેબ્રુઆરી, જયપુર

ત્રીજી વનડેઃ ૧૨ ફેબ્રુઆરી, કોલકાતા

પહેલી ટી-૨૦ : ૧૫ ફેબ્રુઆરી, કટક

બીજી ટી-૨૦ : ૧૮ ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ

ત્રીજી ટી-૨૦ : ૨૦ ફેબ્રુઆરી, ત્રિવેન્દ્રમ

ભારત (૨૦૨૨) ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકાની યજમાની કરશે

પહેલી ટેસ્ટઃ ૨૫ થી ૧ માર્ચ, બેંગલુરુ

બીજી ટેસ્ટઃ ૫-૯ માર્ચ, મોહાલી

પહેલી ટી-૨૦ : ૧૩ માર્ચ, મોહાલી

બીજી ટી-૨૦: ૧૫ માર્ચ, ધર્મશાળા

ત્રીજી ટી-૨૦ : ૧૮ માર્ચ, લખનૌ

આઈપીએલ ૨૦૨૨ અને પછી દક્ષિણ આફ્રિકા એપ્રિલ-મેમાં યજમાન

પહેલી ટી-૨૦: ૯ જૂન, ચેન્નઈ

બીજી ટી-૨૦: ૧૨ જૂન, બેંગલુરુ

ત્રીજી ટી-૨૦ : ૧૪ જૂન, નાગપુર

ચોથી ટી-૨૦ : ૧૫ જૂન, રાજકોટ

પાંચમી ટી-૨૦ : ૧૯ જૂન, દિલ્હી