આણંદ : આણંદ-ખેડા સહિત પંથકમાં શરૂ થયેલાં શિયાળાએ સત્તાવાર એન્ટ્રી મારી લીધી છે. છેલ્લાં ચાર-પાંચ દિવસોથી લઘુત્તમ તાપમાના પારો ક્રમશ નીચે જઈ રહ્યો છે. પારો નીચે જતાં રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ છે. બીજી તરફ રવિપાકને ફાયદો થવાની આશા ધરતીપુત્રો રાખી રહ્યાં છે. ચરોતરનો પારો દિવાળી પહેલાં જ ૧૫ ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. દર વર્ષે ઓક્ટોબર એન્ડ પછી દિવાળીના દિવસો દરમિયાન ઠંડીની શરૂઆત થતી હોય છે. આ વર્ષે અધિક માસ હોવાથી દિવાળી મોડી છે. નવેમ્બર મહિનો બેસતાંની સાથે પારો નીચે તરફ ગતિ કરવા માંડે છે. જાેકે, આ વર્ષે બદલાયેલાં હવામાનના પગલે ઠંડીની મોસમનું આગમન થોડું મોડું થયું હોવાનું કહેવાય છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. તેની અસર ચરોતરવાસીઓ પણ કરી રહ્યાં છે. દિવાળી અગાઉ જ રાત્રીના સમયે ઠંડીમાં લોકો ધ્રૂજી રહ્યાં છે. લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીએ પહોંચી ગયું છે. જાેકે, દિવસના હજુ ગરમીનો અહેસાસ થાય છે. મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી આજુબાજુ હજુ જાેવાં મળી રહ્યું છે. ઠંડીના કારણે વહેલી સવારે લોકો હવે સ્વેટર, કાનટોપી જેવાં ગરમ વસ્ત્રો પહેરીને નીકળતાં થયાં છે. બીજી તરફ માથે છત નહીં ધરાવતાં લોકોએ આખી રાત તાપણું સળગાવીને પસાર કરી રહ્યાં છે. ઠંડીની શરૂઆત થઈ જતાં વહેલી સવારે મોર્ન્િંાગ વોકમાં નીકળતાં લોકોની સંખ્યામાં પણ વધારો જાેવાં મળી રહ્યો છે. આણંદ શહેરના શાસ્ત્રી સ્ટેડિયમના વોક-વે પર તેમજ લોટેશ્વર તળાવના વોક-વે પર વહેલી સવારે મોર્ન્િંાગ વોક પર મોટી સંખ્યામાં લોકો જાેવાં મળી રહ્યાં છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે સવારે નોંધાયેલાં તાપમાન અનુસાર મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી સેન્ટિગ્રેડ, હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા, પવનની દિશા ઉત્તર-પૂર્વ અને પવનની ગતિ પ્રતિ કલાક ૪.૮ ટકા નોંધાઈ હતી.  

આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, આગામી બે ત્રણ દિવસમાં હજુ તાપમાન નીચું જવાની શક્યતા છે. હવે શિયાળો ધીમે ધીમે આગળ વધશે. ઠંડીનંુ પ્રમાણ ધીમે ધીમે વધશે.

આ વર્ષે કરચરિયું, અડદિયા પાક, ચીકીની ડિમાન્ડ વધે તેવી વેપારીઓને આશા

ચરોતરમાં દર વર્ષે ઠંડી જેમ જેમ વધે તેમ તેમ કરચરિયું, અડદિયા પાક, ખજૂર પાક, ચીકીની ડિમાન્ડ નીકળે છે. કોરોના મહામારીને કારણે હાલ મંદી જેવો માહોલ છે ત્યારે આ વર્ષે ઠંડી વધશે ત્યારે સ્વાસ્થ્યવર્ધક પાકોની ડિમાન્ડ નીકળશે તેવું વેપારીઓ માની રહ્યાં છે.