વડગામ,તા.૪ 

વડગામ સરપંચ દ્વારા પાલનપુર ડેપોમાં મુસાફરોનું ટેમ્પપ્રેચર માપવાની ઘન આપવામાં આવી છે. વડગામની જનતા માટે ગામડાઓમાં એસ.ટી.બસો ચાલુ કરવા માટે ડેપો મેનેજરને મળી રજૂઆત કરાઇ હતી.વડગામ તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ, તેમજ વડગામ ગ્રામ પંચાયતના સરપંચ ભગવાનસિંહ સોલંકી દ્વારા વડગામ તાલુકાના ગામડાઓના લોકોને અવર જવર માટે ની ગામડાઓ ની એસટી બસો શરૂ કરવા ડેપો મેનેજરને રૂબરુમાં મળીને રજૂઆત કરી હતી. પાલનપુર એસ. ટી.ડેપોના મેનેજરની મંગળવારના વડગામ સરપંચ દ્વારા મુલાકાત લીધી હતી. વડગામ પંથકની બસો ચાલુ કરવા ખાસ રજુઆત કરવામાં આવી હતી.અત્યારે કોરોનાની મહામારીના સમયે એસટી બસમાં બેસતા મુસાફર જનતાનું ટેમ્પરેચર માપવા માટે વડગામ ગ્રામ પંચાયતના સરપંચ ભગવાન સિંહ સોલંકી દ્વારા પાલનપુર ડેપોમાં પાંચ ટેમ્પરેચર ઘન આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર ડેપો મેનેજર અનિલભાઈ અટારા,જયેસ ભાઈ પરમાર,સોલંકી સિધ્ધરાજસિંહ સોનસિહ સહીત હાજર રહ્યા હતા.અને પાલનપુર ડેપો મેનેજરને મળી મુલાકાત લઈ વડગામ તાલુકાની જનતા માટે એસ.ટી.બસો ચાલુ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ડેપો મેનેજર દ્વારા મુસાફરોના ટેમ્ટેપ્રેચર માપવા માટે ના ઘન (પાંચ) આપવા બદલ વડગામ સરપંચનો આભાર માન્યો હતો.