ડભોઇ : ડભોઇ ટિંબી ક્રોસિંગ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસ નો કચ્ચરઘાણ નિકડેલો દ્રશ્યમાન થાય છે.ડભોઇ બોડેલી રોડ ઉપર આવેલ ટિંબી ક્રોસિંગ નજીક ગત રાત્રી ના રાજ કોટ તરફ થી આવતી એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ના ચાલક ને આગડ ચાલતી ટ્રક દેખા ન દેતા બસ ચાલકે ટ્રક ને પાછળથી ટક્કર મારી હતી. 

આ બનાવમાં બસ ને ભારે નુકશાન થયું છે જ્યારે કોઈ મોટી જાણ હાની થવા પામી નથી. સ્થાનીકો એ ફરી એક વાર સ્ટ્રીટ લાઇટો બંધ અને રોડ ઉપર પડેલા ખાડા ને પગલે અકસ્માત સર્જાતા હોવાના આક્ષેપો લગાવ્યા છે. ડભોઇ બોડેલી સ્ટ્રેટ હાઇવે ૧૧ ઉપર આવેલ ટિંબી ક્રોસિંગ નજીક રોડ બન્યો ત્યાર થી સોલાર સ્ટ્રેટ લાઇટો નું રિપેરિંગ કરવામાં આવ્યું નથી સાથે સાથે હાલ પડી ગયેલા વરસાદ ને પગલે રોડ માં પણ ભારે ધોવાણ થયું છે જેને પગેલ રોડ ઉપર કપચી ઊડતી હોય છે અને ઠેર ઠેર ખાડા થઈ ગયા છે જેને પગલે રોજ બરોજ આ રોડ ઉપર ટિંબી ક્રોસિંગ નજીક અકસ્માતો સર્જાતા હોય છે ગત મોડી રાત્રી ના રાજકોટ તરફ થી આવતી મુસાફરો ભરેલી લક્ઝરી બસ નંબર જી.જે.૧૦.ડબલ્યુ. ૯૮૬૩ના ચાલક ને આગડ ચાલતી ટ્રક નંબર જી.જે.૧૧.વાય.૮૩૧૯માં પાછળથી ટક્કર મારી હતી. આ બનાવ માં બસ ચાલક સહિત મુસાફરી કરતાં ૧૦ લોકો ઇજાઓ થવા પામી હતી .