વડોદરા, તા.૨૧ 

વડોદરા શહેર-જિલ્લામાં જીવલેણ કોરોનાનું આક્રમણ યથાવત્‌ રહેતાં આજે વધુ એમ.એસ.યુનિ.ના એકાઉન્ટ વિભાગના પૂર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત ૧૦ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીનો સમાવેશ થયો હતો. જા કે, ડેથ ઓડિટ કમિટી દ્વારા હજુ સુધી સત્તાવાર કોરોનામાં મૃત્યુ થયાની જાહેરાત ન કરતાં કોરોનામાં મત્યુ પામેલાનો આંક પ૦ પર Âસ્થર રહેવા પામ્યો હતો. આજે વધુ નવા ૪૧ પોઝિટિવ કેસો સામે આવતાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૮૬૭ પર પહોંચી હતી, જ્યારે અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા ૫૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા આંક ૧૨૩૭ પર પહોંચ્યો હતો. બીજી તરફ હાલ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૫૮૦ દર્દીઓ પૈકી ૪૨૯ દર્દીઓની હાલત સુધારા પર તથા ૧૧૨ દર્દીઓ ઓÂક્સજન પર તેમજ ૩૯ દર્દીઓ વેÂન્ટલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. તદ્‌ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ દર્દીઓના લેવામાં આવેલા ૨૧૪ જેટલા સેમ્પલોમાંથી ૪૧ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૭૩ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 

શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓ પૈકી આજે કુલ ૬ દર્દીઓના મોત થયાં હતાં. જેમાં શહેરના રાવપુરા ઘીકાંટા રોડ આશાપુરા બાલાજી મંદિરની બાજુમાં રહેતા ૭૪ વર્ષના વૃદ્ધને સામાન્ય તાવ આવતો હોવાથી ખાનગી તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ન્યુમોનિયા તથા શંકાસ્પદ કોરોના લક્ષણો જણાતાં તેમને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ગોરવા વિસ્તારના પરિશ્રમ પાર્ક સોસાયટીમાં રહેતા અને આઈપીસીએલ કંપનીમાં નોકરી કરતા ૫૧ વર્ષીય કર્મચારી કોરોના સંક્રમણમાં સપડાતાં તેમને સારવાર માટે ગોત્રી ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ ડાયાબિટીસ તેમજ શ્વાસની તકલીફથી પીડાતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શહેરના મદનઝાંપા રોડ પર પથ્થરગેટ વિસ્તારમાં આવેલ નાની ખારવાવાડમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધને હૃદયની બીમારીને કારણે હરણી રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબને કોરોનાના લક્ષણોની શંકાને કારણે તેમને સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ વૃદ્ધ દર્દીનો કોરોનાનો ટેસ્ટ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. હરણી રોડ નાગેશ્વર મંદિરની સામે આવેલ વૃંદાવન ટાઉનશિપમાં રહેતા ૯૦ વર્ષના વૃદ્ધને કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તમામ મૃતકોની અંતિમવિધિ કારેલીબાગ ખાતે ખાસવાડી સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. જ્યારે તાંદલજા વિસ્તારની મદુરા સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય દર્દી કોરોના સંક્રમણમાં આવતાં આજવા રોડ Âસ્થત મુસ્લિમ મેડિકેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ લથડતાં વેÂન્ટલેટરના અભાવે સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જૂનીગઢી નાની છીપવાડમાં રહેતા ૫૭ વર્ષના મહિલા દર્દી કોરોનાના સંક્રમણમાં આવતાં તેઓને આજવા રોડ Âસ્થત મુÂસ્લમ મેડિકેર સેન્ટરમાં દાખલ કરાયાં હતાં, જ્યાં મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું. ભરૂચ-જંબુસર તાલુકાના કપાસિયાપુરા ગામે રહેતા ૭૬ વર્ષના દર્દીનું કોરોના સંક્રમણમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૫૩ વર્ષીય મહિલા દર્દીનું પણ મોત નીપજ્યું હતું. ગોરવા ભાઈલાલ પાર્કમાં રહેતા ૬૯ વર્ષીય મહિલાનું કોરોના સંક્રમણ વાઘોડિયા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોતને ભેટેલા દર્દીઓની દફનવિધિ કારેલીબાગ ખાતેની કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી.

છોટાઉદેપુરના શખ્સનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં વડોદરાની ખાનગી હોÂસ્પટલમાં મોત

છોટાઉદેપુર ના મકરાણી મહોલ્લામાં રહેતા સલીમભાઇ મકરાણીને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલી ના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા શહેર ની ગુજરાત કિડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને કોરોના સીમટન્સ જણાતા તેઓનો કોરોના સેમ્પલ લેબોટરીમાં મોકલવામાં આવ્યો હતો અને તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન તેઓ તેઓ નું મોત નીપજ્યું હતું છોટાઉદેપુર ના કોરોના પોઝિટીવ દર્દી નુ મોત થતા આ દર્દી ને પ્રાથમિક સારવાર ઢોકલીયા ની શ્રીજી હોસ્પીટલમાં અપાઇ હોવાથી ડોક્ટર તેમજ સંપર્કમા આવેલ સ્ટાફ ને ક્વોરન્ટાઇન કરી દેવાયો છે તેમજ કોરોના પોઝિટીવ દર્દી નુ મોત થતા હાલ હોસ્પિટલ ને બંધ કરી દેવાઇ છે અને આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ને પણ ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર હોસ્પિટલને સેનેટાઇઝ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા માં કોરોનાથી વધુ એકનું મોત થતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર માં દોડધામ મચી પામી છે. જિલ્લા માં કોરના ના કહેર ની વધુ એક નું મોત થતા કુલ મૃત્યુ અંક ત્રણ પર પહોંચ્યો છે.