દિલ્હી-

દરિયાઈ મોરચે અમેરિકા અને રશિયા વચ્ચે ફરી એક વખત તનાવ સર્જાયો છે.જેના કારણે બંને દેશના શાસકોના શ્વાસ થોડા કલાકો માટે અધ્ધર થઈ ગયા હતા.

મળતી વિગતો પ્રમાણે રશિયાએ જાપાન સાગર પાસે અમેરિકાના એક યુધ્ધ જહાજને પકડીને આક્ષેપ કર્યો હતો કે, આ જહાજ રશિયાની દરિયાઈ સીમામાં ઘૂસી આવ્યુ છે.રશિયાના સંરક્ષણ મંત્રાલયે જાતે આ વાતને સમર્થન આપ્યુ હતુ.એ પછી તેને છોડી દેવામાં આવ્યુ હતુ. રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ કહ્યુ હતુ કે, રશિયાન જહાજાેએ અમેરિકન નેવીના ડિસ્ટ્રોયર કેટેગરીમાં આવતા યુધ્ધ જહાજને પકડ્યુ હતુ અને પછી તેને ચેતવણી આપવામાં આવતા તે રશિયન સીમામાંથી બહાર જતુ રહ્યુ હતુ.હાલમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌ સેનાઓ હિન્દુ મહાસાગરમાં વોર એક્સરસાઈઝ કરી રહી છે ત્યારે જ આ ઘટના બની છે. 

બીજી તરફ રશિયન અને અમેરિકન યુધ્ધ જહાજાે પોતા પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરતા રહેતા હોય છે અને આ ઘટના બની ત્યારે અમેરિકન યુધ્ધ જહાજ પેટ્રોલિંગ કરી રહ્યુ હતુ.જાેકે રશિયાએ ચેતવણી આપ્યા સિવાય બીજી કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે બંને દેશો વચ્ચેના તનાવમાં ઘટાડો થયો હતો.