આણંદ તારાપુર હાઇવે પર ટ્રક-ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત,1 બાળકી સહિત 10નાં મોત
16, જુન 2021

આણંદ

બુધવારની સવાર એક માઠા સમાચાર આવ્યા હતા...આણંદ તારાપુર હાઇવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો...જેમાં 10 લોકોનાં મોતના સમાચાર છે.આ અકસ્માત વહેલી સવારે થયો છે.મળતી માહિતી મુજબ ઇકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.


પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં  ગમગીની વ્યાપી ગઈ છે. 


એટલુ જ નહીં અકસ્માત એટલો ગંભીર હતો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યુ હતુ. અને તંત્રને કામે લગાડ્યુ હતુ.આ સાથે મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution