વડોદરા, તા. ૩૧

વડોદરા શહેરમાં આવેલા મુખ્ય તળાવમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી કરવામાં નહીં આવતા અનેક તળાવમાં જંગલી વેલા અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે.શહેરના સમા તળાવ માં વેલાની ચાદર છવાઈ છે. અને તળાવ છે કે, બગીચો તે અંગે લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયુ છે.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા સમા તળાવમાં કોર્પોરેશન દ્વારા સમા ગાર્ડન બનાવ્યું હોય તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે .તળાવમાં છોડાતા ડ્રેનેજના પાણીના કારણે તળાવમાં જંગલી વેલા ને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોંવાનુ કહેવાય છે.પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના તળાવમાં ઉગી નીકળેલા જંગલી વેલાઓ ની સફાઈ કરવાની કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે તળાવમાં ગંદકી નું પણ સામ્રાજ્ય ફેલાયુ છે.

સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે વડોદરા શહેરના તમામ તળાવોને બ્યુટીફીકેશન ના નામે લાખો નાણાં નો ખર્ચ કરવામાં આવ્યો છે અને સમા તળાવ પાછળ પણ બ્યુટીફેક્શન ના નામે ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે હાલ આ સમાં તળાવ એક બગીચો બની ગયો હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે વડોદરા કોર્પોરેશન એક બાજુ સ્માર્ટ સીટી વડોદરા ની વાત કરે છે જ્યારે સમા તળાવની સ્થિતિ કઈક અલગ છે આ સમાં તળાવમાં પણ ગટર ડ્રેનેજ ના પાણી પાલિકા દ્વારા છોડવામાં આવી રહ્યુ છે.