સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના રહેવાસી બખ્તિયાર મલિક આ મહિનાના અંતમાં કઝાકિસ્તાનના અલમાતી ખાતે જુનિયર શોટગન વર્લ્ડ કપ (અંડર -21) માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બનશે. 21 થી 26 જુલાઈ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી પસંદગી ટ્રાયલ્સમાં, મલિક રાજસ્થાનના વિવાન કપૂર પછી બીજા ક્રમે રહ્યો.બખ્તિયાર મલિક શોટગન વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર છે જે ગુજરાતના પ્રથમ હશે.

મળતી માહિતી મુજબ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું તે કઝાકિસ્તાનની મુસાફરી કરતી ભારતીય ટુકડીનો ભાગ હશે, બખ્તિયાર મલિક ત્રણ વર્ષથી તાલીમ લઇ રહ્યો છે. કઝાકિસ્તાનમાં અંડર -21 શોટગન વર્લ્ડ કપ અને પેરુમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આ પ્રથમ વખત બખ્તિયારને પસંદ કરાયો છે. માનવજીત સિંઘ સિંધુ બખ્તિયારના કોચ છે. તાલીમ માટે, મલિક દિલ્હીની મુસાફરી કરતો હતો, પરંતુ ગયા વર્ષથી, તે મોટા ભાગે તેના પરિવાર દ્વારા દસાડા ખાતે બનાવેલી શૂટિંગ રેન્જમાં છે. મલિક કહે છે અમારો હોટલનો વ્યવસાય છે. મારા પિતા એક રિસોર્ટ ચલાવે છે, રાન રાઇડર્સ. પહેલા બે વર્ષ હું ટ્રેનિંગ માટે દિલ્હી જતો હતો પરંતુ હવે મારા પરિવારે દસાડા ખાતે ઓલિમ્પિક સ્તરનુ શૂટિંગ રેન્જ બનાવી છે, જ્યાં હું તાલીમ લઉ છું. મારા કોચ દર મહિને મને તાલીમ આપવા આવે છે.