કેવડિયા

ભારતીય યુવાનો ક્રિકેટ, ફૂટબૉલ, વોલીબૉલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત આવે ત્યારે ભારતીય યુવતીઓ માટે આટલા બધા વિકલ્પ હોતા નથી.આ અનુમાન હવેના સમયમાં બદલાઈ જવા રહ્યુ છે. આજે રમતોની યાદીમાં જોઈએ તો મહિલાઓ કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી, વેઇટ લિફટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહી છે અને માત્ર ભારત જ નહી પણ દેશ-વિદેશમાં પણ નામના મેળવી રહી છે. ભારતીય મહિલા ખેલાડીઓ પરંપરાગત જાતિગત માન્યતાઓને તોડીને વિશ્વ પર રાજ કરી રહી છે.

કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ "સ્ટેચ્યુ ઓફ યુનિટી" આજે વિશ્વના નકશા પર આજે વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. 

સાંસદ અમદાવાદ પશ્ચિમ - ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ખાતે ૪૨ મા સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન તા ૨૧/૩/૨૦૨૧ થી તા ૨૬/૩/૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે. જેમાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ ઉપસ્થિત રહેશે.