અમદાવાદ, ચકચાર મચાવનાર હેબતપુર ડબલ મર્ડર કેશમાં આરોપીના રિમાન્ડ દરમિયાન ખુલ્લાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં નિતિન નામનો આરોપી દંપતીની હત્યા કર્યા બાદ લાશ અને લોહીથી લથબથ છરી સાથે સેલ્ફી લીધી હતી. જાે કે આ કામ માટે વડોદરાથી ચોરીના ૩ બાઈક અને ૨૦ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાે કે ક્રાઈમ બ્રાંચની ટીમે તમામ મોબાઈલ એફએસએલમાં મોકલી વધુ પુછપરછ હાથધરી છે.

શહેરના હેબતપુરમાં ચકચાર મચાવનાર ડબલ મર્ડર કેશમાં ક્રાઈમ બ્રાચે પાંચેય આરોપીને ઝડપી ૧૦ દિવસના રિમાન્ડ માંગી પુછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન પુછપરછમાં બહાર આવ્યુ હતુ કે, આ ઘટનાનો માસ્ટર માઈન્ડ અને ટીપ આપનાર ફર્નિચરનો કારીગર ઉપરાંત તેનો ભાઈ,બનેવી સહીત ૫ લોકોએ પહેલા નવરંગપુરા માં લૂંટ કરવાના ઈરાદે એક દંપતીની રેકી કરતા હતા. પરંતુ છેલ્લા ટાઈમે તેમણે તેમનો પ્લાન બદલ્યો હતો અને ત્યારબાદ હેબતપુરમાં રહેતા દંપતીના ઘરમાં ઘૂસી દંપતીની હત્યા કરી લુંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપીઓ પૈકી નીતીન નામના આરોપીએ લાશ અને લોહીથી લથબથ છરી સાથે સેલ્ફી લીધી હતી. ૪ આરોપી અલગ અલગ બે બાઈક પર નિકળ્યા હતા. તેઓ વૈષ્ણવ દેવી ભેગા થયા હતા. અને ત્યાંથી હિંમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જાેકે પોલીસને ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા. પરંતુ પોતાના ઘરે ન રોકાઈ એક દિવસ જંગલ અને મંદિરમાં રાત વિતાવી હતી.

રાત્રી કરફ્યુ હોવાથી વહેલી સવારે લુંટ કરવાનું નક્કી કર્યુ

મૃતક દંપતીનો પરિવાર દુબઈ રહેતો હોવાની જાણ થતા ૧૫ દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરતા હતા. તથા આરોપી પૈકી એક ફર્નિચર કામ માટે ગયો હોવાથી ઘરની તબાબ બાબતોની જાણ હતી. ત્યારબાદ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા અને આ પ્લાનને અંજામ આપવા માટે નિતિને વડોદરાથી ૩ બાઈક અને ૨૦ જેટલા ચોરીના મોબાઈલ ફોન અમદાવાદ મંગાવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે પકડાયેલ પાંચેય ભરત ગૌડ, રાહુલ ગૌડ, નિતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની વધુ પુછપરછ હાથધરી છે.