મુંબઇ 

નવાઝુદ્દીન સિદ્દીકીને લાગે છે કે ભારતમાં ડિજિટલ પ્લૅટફૉર્મનું કોઈ ભવિષ્ય નથી. તેણે એમ પણ કહ્યું કે ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ માત્ર વેપાર કરવા માટે થાય છે. એ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘સ્પષ્ટ રીતે કહું તો ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ બૉલીવુડ કરતાં તદ્દન અલગ રીતે કરવામાં આવે છે અને એનાં કૅરૅક્ટર પણ અનોખાં હોય છે. હું સોશ્યલ કન્ટેન્ટ વિશે નથી કહી રહ્યો. જોકે એમાં એવા કન્ટેન્ટ હોય છે જેને દર્શકો બૉલીવુડ કરતાં હટકે જોવા માગતા હોય છે. હાલમાં તો ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઘણું બધું જોવા મળે છે.

આપણી માનસિકતા અભિપ્રાય આપવાની છે, એથી એમાં ઘટાડો થશે એમાં કોઈ શંકા નથી. શક્યતા એવી છે કે એનું સ્તર પડી શકે છે. આપણે કળાને વ્યવસાય બનાવીએ છીએ. શરૂઆતમાં તો એ કળા જ હોય છે, પરંતુ ધીમે-ધીમે એ બિઝનેસનું રૂપ લઈ શકે છે. મને ડર લાગે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ ગબડી પડશે. લૉ સ્ટાન્ડર્ડ અપનાવતા બિઝનેસ માટે કંઈ પણ દેખાડો અને એવું થાય પણ છે. ઉદાહરણ તરીકે મને નહોતું લાગતું કે આવા પ્રકારની ફિલ્મો નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેને હું જોઈ પણ ન શકું. જોકે એવી ફિલ્મો નેટફ્લિક્સ પર રિલીઝ થાય છે, ખાસ કરીને ભારતમાં. નેટફ્લિક્સ અને અન્ય પ્લૅટફૉર્મના અલગ પ્રકારના દર્શકો છે. મને લાગતું હતું કે સારા માટે પરિવર્તન આવશે. મને એમ પણ લાગતું હતું કે આપણે ડિજિટલ પ્લૅટફૉર્મ માટે જે માપદંડ ગોઠવ્યા છે એનાથી એ આગળ વધશે. હવે મને નથી લાગતું કે એવું કંઈ થાય. મને જરાપણ આશા નથી. એ નીચે પડી રહ્યું છે. મારા મતે દરેકને ડિજિટલ પ્લૅટફૉર્મ પર કંઈક અલગ કરવું છે, એ પણ બિઝનેસ વધારવા માટે. કળાને કોઈ માન નથી. એથી ભવિષ્યમાં એની કોઈ આશા નહીં રહે. ભારતમાં એમાં વધુ કોઈ વિકાસ નથી દેખાવાનો.’