/
કોરોનામાં સેવા કાર્યને લઇ આ અભિનેતાને મળ્યો ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ’

મુંબઈ 

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીને હાલમાં કોવિડ-૧૯ માં રાહત પ્રયાસોમાં ફાળો આપવા બદલ પ્રતિષ્ઠિત ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ’ થી નવાજવામાં આવ્યો છે. સુનિલ શેટ્ટીનું શનિવારે સાંજે રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ દરમિયાન માત્ર ૨૫ લોકો હાજર હતા. સુનિલ શેટ્ટીએ મહિલાઓનું સશક્તિકરણ કર્યું, પશુ કલ્યાણ માટે જાગૃતિ ફેલાવી અને લોકડાઉન દરમિયાન મુંબઇના ડબ્બાવાળાઓને મદદ કરી હતી. અભિનેતાએ ડબ્બાવાળાઓ માટે મોટા પ્રમાણમાં જમવાની વ્યવસ્થા કરી હતી.

ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડથી સન્માનિત થયા પછી સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, જે બાબતો પર ધ્યાન જાય છે એ ન કરો પરંતુ યાદ રહી જાય એવી વસ્તુ કરો. આપો અને ભૂલી જાઓ પ સ્વીકારો અને હંમેશા યાદ રાખો. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સુનીલ સેટ્ટીએ સંજય દત્ત અને કેબિનેટ મંત્રી અસલમ શેખ અને શહેરના સંરક્ષણ પ્રધાન સાથે હાથ મિલાવ્યા હતા અને શહેરના ડબ્બાવાળાઓને મદદ કરી હતી.

સુનિલ શેટ્ટીએ એક નિવેદનમાં કહ્યું કે, અસલમ ભાઈ અને સંજુ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ હતી, મને તેમની સાથે હાથ મિલાવવામાં કોઈ સંકોચ નહોતો. સુનીલ શેટ્ટીએ એવું પણ જણાવ્યું હતું કે ખાદ્યથી ભરેલી ટ્રકોને પૂણે મોકલવામાં આવી હતી, જ્યાં ડબ્બાવાળાઓને લોકડાઉનમાં કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. ચોખા, કઠોળ, ખાંડ, લોટ અને તેલની કીટ પરિવહન કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution