05, ઓક્ટોબર 2021
રાજકોટ રાજકોટ શહેરના લોધીકાની નવી મેંગણી ખાતે આવેલા જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવી એક સાથે જકડી રાખી અડપલા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે લોધિકા પોલીસ દ્વારા આરોપી દિનેશ દોશીની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આરોપી દિનેશના પત્ની સીમાબેન પણ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન હોવાથી રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન તરીકે સખીયા પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું.
ભોગ બનનાર બંને વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, નવી મેંગણી ખાતે આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલ માં તેવો ધોરણ ૯માં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાય સમયથી સ્કૂલ સંચાલક દિનેશ જાેષી અમારી બન્નેની સામે ખરાબ નજરે જાેતો હતો, તેમજ અશ્લિલ હરકતો પણ કરતો હતો. ૯મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને બંને વિદ્યાર્થીનીઓને દિનેશ જાેશીએ ઓફિસમાં બોલાવી હતી. ત્યારબાદ બન્નેને પાછળથી છ વખત અશ્લીલ રીતે પકડી રાખી તેમની પજવણી પણ કરતો હતો. પરંતુ શુક્રવારે ફરીથી દિનેશ જાેશીએ અશ્લીલ હરકતો કરી હતી.